હુમલો:ગડસઈ ગામમાં પ્રવેશબંધી ફરમાવેલા શખ્સે અદાવતમાં યુવાનને છરી મારી

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની છેડતી બાદ પોલીસ ફરિયાદ નોંધાતાં પ્રવેશબંધી હતી
  • સાત પૈકી બે શખ્સોએ છરી મારી, અન્ય શખ્સોએ મુક્કા અને કિટલી મારી

સાંતલપુર તાલુકાના ગડસઇ ગામે જૂની અદાવતમાં મતદાન મથક નજીક બેઠેલા શખ્સ પર છરીથી હુમલો કરાતાં ધારપુર ખસેડાયો હતો. આ અંગે સાત હુમલાખોરો સામે વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગડસઇ ગામના મહેશભાઈ ઊર્ફે રામુભાઇ ભગવાનભાઈ ઠાકોરની પત્નીની એકાદ વર્ષ અગાઉ વિનોદભાઈ શંભુભાઈ ઠાકોરે છેડતી કરી હતી. જે બાબતે પોલીસ ફરિયાદ થતાં વિનોદભાઈને ગામમાં આવવાની મનાઈ કરવામાં આવી હતી. +

પરંતુ ગામમાં સરપંચની ચૂંટણીને લઈને આવેલા વિનોદભાઈ તથા બીજા છ ઈસમોએ સરપંચની ચૂંટણીને લઇને પ્રાથમિક શાળામાં મતદાન પ્રક્રિયા ચાલતી હતી ત્યારે સાંજે ચારેક વાગ્યે ગામની પ્રાથમિક શાળાની બાજુમાં રસ્તા ઉપર બેઠેલા મહેશભાઈને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતાં અને ગામમાં વિનોદભાઈને કેમ બોલાવ્યો તેવું કહેતા તમામ લોકો ઉશ્કેરાઈ જઈ મહેશભાઈને બે છરી મારી હતી. બીજા બે શખ્સોએ મુ્કા તેમજ ચાની કીટલી માથા પર મારતાં સારવાર અર્થે 108 દ્વારા રાધનપુર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ધારપુર ખસેડાયા હતા. આ અંગે મહેશભાઈ ભગવાનભાઈ ઠાકોરે સાત શખ્સો સામે વારાહી પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...