પાટણની મામલતદાર કચેરીમાં કચેરી ખાતાનું કાગળ કામ કરી ગુજરાન ચલાવતા ગીરીશકુમાર મગનભાઇ પોરઘીયા નામનાં ૩૨ વર્ષનાં એક યુવાન પાસે તેણે અગાઉ વ્યાજે લીધેલા રુપિયાની વ્યાજ સાથે ઉઘરાણી કરી ધમકીઓ આપને તેને એક હોટલમાં જમતી વખતે માર માર્યો હતો. જે અંગેનો આક્ષેપ કરતી ફરિયાદ આ યુવાને પાટણ એ - ડીવીઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે આઇપીસી 313, 294(5), ગુજરાત નાણાં ધિરનાર અધિનિયમ મુજબ એક વ્યક્તિ રાહુલભાઇ તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં અનાવાડા ખાતે રહેતા ને પાટણની મામલતદાર કચેરીમાં કાગળ કામ કરતાં ગીરીશભાઈ પોરઘીયા ગઇ તા. 11-1-2023નાં રોજ પાટણની રતનપોળ ચોકમાં આવેલી એક હોટલમાં જમતા હતા ત્યારે અહીં જમવા આવેલા રાહુલભાઇ રે, પાટણ ગિરીશભાઇને કહેલ કે, તે બે વર્ષ અગાઉ મારી પાસે વ્યાજે રૂા.30,000 લઇ ગયો હતો. જેનું 10ટકા વ્યાજ લેખે વ્યાજ સહિત આજદિન સુધી લેવાનાં નિકળતા રૂ3,10,000 તારે પૈસા છે અને તે આ પૈસા આપવા ન પડે તે માટે દોઢેક વર્ષ પૂર્વે મારી ઉપર ફરિયાદ કેમ કરી હતી અને તારે તો પૈસા આપવા જ પડશે. નહિં તો તને જાનથી મારી નાંખીશ તેમ કહી ગાળો બોલી હતી. જે અંગે ગિરીશભાઇએ કહેલ કે, મેં “ તને રૂા. 30,000ની સામે મેં રૂા. 3.15.000 તેમજ મારી સહી કરેલ ચેક પણ તને આપેલ છે. તો હવે પૈસા ક્યાં લેવાનાં નિકળે છે ? શા માટે વ્યાજનાં પૈસાની ખોટી ઉઘરાણી કરો છો ? તેમ કહેતાં રાહુલે ગીરીશભાઇને ફેંટો, લાફા અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન રાહુલનાં બે મિત્રો આવ્યા હતા ને ત્રણે જણાએ ગિરીશભાઇને અગાઉ કરેલો કેસ પાછો ખેંચી લેવા અને વ્યાજે લીધેલા પૈસા આપી દેવાની ધમકી આપી હતી. તેવો આક્ષેપ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.