ધોળા દિવસે ચોરી:પાટણની જ્વેલર્સમાં ગ્રાહકનાં સ્વાંગમાં આવેલો શખ્સ રૂ. 1.02 લાખની વીંટી અને ચેન ચોરી ગયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરનાં મદારસા ચોક વિસ્તારમાં આવેલી રોનક જવેલર્સ નામની સોના-ચાંદીની દુકાનમાંથી ગઇકાલે સાંજે 8.30 વાગ્યાનાં સુમારે એક અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશીને દુકાનદારને સોનાની ચેન અને વીંટી ખરીદવાનું કહેતાં દુકાનદાર રોનકકુમાર જિજ્ઞેશભાઇ મોદી રે. મહાલક્ષ્મીનો પાડો, ત્રણ દરવાજા પાટણવાળા બીલ બુક લેવા દુકાનની અંદરના રૂમમાં જતાં દુકાનદારની ગેરહાજરીમાં રૂા. 80,000ની કિંમતની સોનાની દોઢેક તોલાની ચેઇન તથા રૂા.22,000ની કિંમતની અડધા તોલાની સોનાની વીંટી મળી કુલે રૂા. 1,02,000 ચોરી કરી ગયો હતો.

આ શખ્સ સોનાની વીંટી – ચેન ખરીદવાનું કહેતાં રોનકકુમારે તેમની માતાની હાજરીમાં ગ્રાહકને દાગીનાં બતાવ્યા હતા. રોનકકુમારનાં જણાવ્યા પ્રમાણે તેઓ રુમમાંથી બીલબુક લઇને પરત આવતાં આ અજાણ્યો શખ્સ દુકાનમાં જણાયો નહોતો ને દાગીના પણ કાઉન્ટર પણ જણાયા નહોતા. તેથી આ શખ્સ તેમની દુકાન આગળથી રતનપોળ તરફ તેનું લાલરંગનું મોપેડ લઇને નાસી ગયો હતો. રોનકકુમારે પણ તેમનાં એક્ટિવા ઉપર તેની શોધખોળ કરી હતી. પરંતુ તે મળ્યો નહોતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...