તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજાણ્યા વાહનની ટક્કર:દૈગામડા પાસે વાહનની અડફેટે નવા ગામના રાહદારીનું મોત

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહનની ટક્કર
  • વારાહી પોલીસે વાહનના ચાલક સામે ગુનો નોંધ્યો

સાંતલપુર તાલુકાના દૈગામડા પાટીયા નજીક અજાણ્યા વાહનની ટક્કરે નવા ગામના યુવાનનું ધારપુર સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે વારાહી પોલીસે વાહનના ચાલક સામે ગુનો નોંધ્યો છે. સાંતલપુર તાલુકાના નવા ગામે રહેતા વરસંગભાઇ લખુભાઇ ઠાકોર સોમવારે રાત્રે તેમના ઘરે જવા દૈગામડાના પાટીયા નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટમા લઇ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

જેમાં વરસંગભાઇને ગંભીર ઇજાઅો થતાં તાત્કાલિક 108 મદદથી રાધનપુર સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર સિવિલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રાત્રે મોત થયું હતું. અા અંગે મૃતકના ભાણા માઘાભાઇ રાયસંગભાઇઅે વારાહી પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાાવતાં પીઅેસઅાઇ ડી.કે. ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...