તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વારાહી પાસે ટ્રકની ટક્કરે છોટાહાથીમાં સવાર જોરાપુરા ગામના મુસાફરનું મોત

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભુજથી કેરીનાં બોક્ષ લઈ પરત ફરતાં અકસ્માત નડ્યો
  • છોટાહાથી પલટાતાં સીટ બેલ્ટ બાંધેલ હોઈ ચાલકનો આબાદ બચાવ

સાંતલપુર તાલુકાના વારાહી નજીક સોમવારે રાત્રે ટ્રકની ટક્કરે છોટા હાથીમાં સવાર જોરાપુરાના મુસાફરનુ મોત સારવાર દરમીયાન મોત થયુ હતુ. જ્યારે છોટાહાથીના ચાલકે સીટ બેલ્ટ બાંધેલો હોઈ સામાન્ય ઈજાઓ થઈ હતી. અા અંગે છોટાહાથીના ચાલકે ટ્રક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.સમી તાલુકાના સુબાપુરા ગામે રહેતા બળદેવભાઇ જેસંગભાઇ દેસાઇ તેમના છોટાહાથીમાં ભુજથી કેરીના બોક્ષ ભરીને જોરાપુરા ખાતે કેરી ખરીદનાર ચૌધરી વિપુલભાઇ પબાભાઇ સાથે સોમવારે છોટા હાથી લઇને નિકળ્યા હતા.

તેઅો વારાહી ટોલટેક્ષથી અાગળ રોડ ઉપરના પુલથી થોડે દુર પસાર થતા હતા તે વખતે અેક અજાણ્યા ટ્રક ચાલકે છોટા હાથીને ટક્કર મારતાં છોટા હાથી રોડની સાઇડમાં પલ્ટી મારી ગયું હતું. આ વખતે વિપુલ ચોધરી ફંગોળાઇ રોડ ઉપર પડ્યા હતા. જ્યારે ચાલક બળદેવભાઇઅે શીટબેલ્ટ બાંધેલ હોઈ છોટા હાથીમાં રહી ગયા હતા

ત્યારે લોકો દોડી અાવીને 108 મદદથી બન્નેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં વિપુલ ચોધરીનુ મહેસાણા ખાતે સારવાર અર્થે લઇ જતા રસ્તામાં મોત થયુ હતુ. અા અંગે ઇજાગ્રસ્ત બળદેવભાઇઅે વારાહી પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...