ચકચાર:ચાણસ્માના લણવામાં વડિયા તળાવમાંથી અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં મળી

લણવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
માછલીઓ ઓક્સિજન ન મળતા મૃત્યુ પામી હતી. - Divya Bhaskar
માછલીઓ ઓક્સિજન ન મળતા મૃત્યુ પામી હતી.
  • લીલવાળા પાણીથી પૂરતો ઓક્સિજન ન મળતાં મોતનું અનુમાન

ચાણસ્મા તાલુકાના લણવા ગામે ગામ નજીક આવેલા વડીયા તળાવમાં અસંખ્ય માછલીઓ મરેલી હાલતમાં જોવા મળતાં ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. હાઈવેથી ગામમાં પ્રવેશવાના રસ્તાની બાજુમાં જ આ વડિયા તળાવ આવેલું છે અને આ તળાવ એકલી ગંદકીથી લીલ યુક્ત તળાવ છે. સોમવારે વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોએ તળાવના કિનારે મરેલી હાલતમાં માછલીઓ જોતા જ ગામલોકો આ તળાવમાં મરેલી માછલીઓ જોવા ઉમટી પડ્યાં હતાં

ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે ગામ લોકો,ગ્રામ પંચાયત અને યુવક મંડળ દ્વારા તાત્કાલિક મરેલી માછલીઓને બહાર કઢાવી તેનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા હાથ ધરાઈ હતી આ તળાવમાં એકી સાથે અસંખ્ય માછલીઓ કયા કારણોસર મોતને ભેટી હસે તેનુ કારણ અકબંધ રહ્યું છે પરંતુ ગામના લોકો અનેક અનુમાનો કરી રહ્યા છે .

આ અંગે ગામ લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પાટણનો મોબાઇલથી સંપર્ક કરી ઘટનાનો ચિતાર આપતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવતા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અને તપાસ બાદ માછલીઓ વાતાવરણમાં બદલો અને લીલવાળા પાણીના કારણે પૂરતો ઓક્સિજન ન મળવાના કારણે મરણ પામ્યાનું તારણ કાઢ્યું હતું ત્યાર પછી ગામના વહીવટદાર અને તલાટી દ્વારા માછલીઓનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...