રાત્રીસભા:સાંતલપુરનાં એવાલ ગામમાં કલેટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના એવાલ ગામમા જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘની અધ્યક્ષતામા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કલેક્ટરએ ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતાં. અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.

સાંતલપુર તાલુકાનાં એવાલ ગામે આયોજીત રાત્રી સભામા કલેકટર સુપ્રિત સિંઘ ગુલાટી ગ્રામજનો સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં અને ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને ગ્રામવાસીઓના પ્રશ્નો સાંભળ્યા હતાં.ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા, સિંચાઇ ની સમસ્યા, રોજગારી, નેટવર્ક પ્રોબ્લમ, પ્રાથમિક શાળામાં બે ઓરડાની ઘટ વગેરે જેવા પ્રશ્નો કલેક્ટરએ સાંભળ્યા હતાં.

રાત્રી સભાને સંબોધીત કરતાં કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવાલ ગામમાં પીવાના પાણીની સમસ્યા તેમજ સિંચાઇની સુવિધા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. તદુપરાંત અન્ય સમસ્યાઓને દુર કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. કલેક્ટરએ ગ્રામજનોને કોઈ પણ પ્રશ્ન હોય તો નિઃસંકોચપણે રજુઆત કરવા માટે જણાવ્યું હતુ. અને તમામ આ પ્રશ્નનો ઉકેલ ત્વરિતપણે લાવવામાં આવશે તેની ખાતરી આપી હતી.

આ રાત્રી સભામા માનનીય કલેટર સુપ્રિત સિંઘ ગુલાટી, એવાલ ગામના સરપંચ, પ્રાંત અધકારી રાધનપુર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આયોજન અધિકારી પ્રોગ્રામ ઓફીસર ICDS પાટણ, નાયબ વન સંરક્ષક પાટણ, કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા રાધનપુર, નાયબ નિયામક (વી. જા.) પાટણ, નાયબ નિયામક (અ. જા.) પાટણ, મામલતદાર સાંતલપુર , તાલુકા હેલ્થ ઓફિસર, તેમજ તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર હાજર રહ્યા હતાં.

.

અન્ય સમાચારો પણ છે...