રાત્રી સભા:હારીજના કુરેજા ગામે પીએમ-જેએવાય યોજનાની સમજ આપવા રાત્રી સભા યોજાઈ

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનોને આયુષ્માન કાર્ડ અંતર્ગત માહિતગાર કર્યા

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને આરોગ્યની સેવાઓ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ અને સતત પ્રયત્નશીલ છે. ત્યારે હારીજ તાલુકાના કુરેજા ગામે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ રાત્રી સભામાં આયુષ્માન કાર્ડ અંતર્ગત ગ્રામજનોની માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ પીએમ-જેએવાય યોજના અંતર્ગત અગાઉ કુટુંબ દીઠ આયુષ્માન કાર્ડ આપવામાં આવતું હતું તેના બદલે હવેથી કુટુંબના દરેક સભ્યને આયુષ્માન કાર્ડ આપવા સરકારએ નક્કી કરેલું છે ત્યારે પાટણ જિલ્લામાં પણ તેના કેમ્પો રાખી અને કામગીરી કરવામાં આવનાર છે જેની વિગતો આપી પાત્રતા ધરાવતા તમામને આયુષ્માન કાર્ડ કઢાવવા અનુરોધ કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ માટે હવે ઇ-ગ્રામ આવકનો દાખલો પણ માન્ય રહેશે. ગ્રામસભામાં તાલુકા પંચાયત હારીજના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ આગામી દિવસોમાં આયુષ્માન કાર્ડ માટે ગ્રામ્ય કક્ષાએ કેમ્પ રાખવાનું આયોજન કરવામાં આવેલ છે તેની જાણકારી આપી હતી.

રમેશ મેરજાએ સો ટકા રસીકરણમાં પ્રથમ અને નિયત સમયે બીજા ડોઝ માં કોઈ બાકી ન રહે તેની અપીલ કરી તેમની હાજરીમાં રસીકરણ કરાવ્યું હતું. ગ્રામસભામાં વિવિધ યોજનાઓની યોજનાકીય માહિતી પણ આપવામાં આવી હતી અને રવિ ઋતુના બિયારણોની કીટ અર્પણ કરવામાં આવી હતી. ગ્રામસભામાં જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી ચાવડા , આગેવાન વાઘજીભાઈ, ગામના સરપંચ, વિસ્તરણ અધિકારી ખેતી દિગ્વિજયસિંહ, મેડિકલ ઓફિસર, આરોગ્યનો સ્ટાફ, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામસભાને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...