લોકોમાં રોષ:પાટણનાં કલારવાડામાં નવો રોડ લેવલિંગ વિના બનાવતાં વરસાદના પાણી ભરાવાથી તૂટી ગયો

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલારવાડામાં નવીન આર.સી.સી રોડ લેવલિંગ વગર બનાવતા સામાન્ય  વરસાદમાં રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. - Divya Bhaskar
કલારવાડામાં નવીન આર.સી.સી રોડ લેવલિંગ વગર બનાવતા સામાન્ય વરસાદમાં રોડ ઉપર પાણી ભરાઈ જાય છે.
  • વોર્ડના સ્થાનિક મહિલા કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા ચીફ ઓફિસરને રજૂઆત

પાટણ શહેરના કલારવાડામાં નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલ આરસીસી રોડ ઉપર લેવલિંગ વગર આડેધડ કામ કરવામાં આવતા ગુરુવારે પડેલ સામાન્ય વરસાદમાં જ રોડ ઉપર પાણી ભરાઈ જતાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રાવ સાથે સ્થાનિક પાલિકાના સભ્ય દ્વારા યોગ્ય રીતે કામગીરી ના કરેલ હોવાથી કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા માટે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી.

પાટણ શહેરનાં વોર્ડ નંબર 1માં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા કલારવાડામાં તાજેતરમાં જ બનાવવામાં આવેલ નવીન આરસીસી રોડની કામગીરી દરમિયાન નગરપાલિકાના ઈજનેર કે કન્સલન્ટ, એન્જિનિયર કોઈ હાજર ન હોય આડેધડ રોડ બનાવી દેવામાં આવેલ છે. આ રોડમાં કોઈપણ પ્રકારનું લેવલિંગ કરવામાં આવેલ ના હોય ગુરુવારે સામાન્ય વરસાદ પડતા જ રોડ ઉપર પાણી ભરાઈ રહ્યા હતા અને જેને લઇ રોડને નુકસાન થવાનું શરૂ થઈ જવા પામ્યું છે.

ઉપરાંત આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવા દરમિયાન ભૂગર્ભ ગટરના ઢાંકણા તોડી નાખેલ હોય તે પણ નવીન નાખવામાં ન આવેલ હોય યોગ્ય પ્રકારની વિસ્તારમાં કામગીરી ના કરતા લોકોમાં ભારે રોષ હોય તેમજ કામગીરીમાં પ્રથમ દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું હોય આ મામલે સૂઈ ગયા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને ત્યાં સુધી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર નું બિલ અટકાવવામાં આવે તેવી વોર્ડના કોંગ્રેસના નગરસેવક આશાબેન ભરતજી ઠાકોર દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...