કારોબારી બેઠકમાં મંજૂરી:ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવીન માસ્ટર ઓફ હોસ્પિટલ એડમીનીટ્રેશન કોર્સ શરુ કરાશે

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર મેડિકલ ક્ષેત્રના કર્મીઓ માટે ઇવનિંગ કોર્સ શરૂ કરાશ.
  • આરોગ્યના કર્મીઓ,ડોક્ટરો ફરજ બાદના સમયમાં સાંજે આ કોર્સ કરી શકશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે યુનિવર્સિટી દ્વારા માસ્ટર ઓફ હોસ્પિટલ એડમીનીટ્રેશન કોર્સ ( એક્ઝિક્યુટીવ પ્રોગ્રામ )શરુ કરવાનું આયોજન કર્યું છે. બે માસમાં આ નવિન કોર્સ શરૂ થશે.તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા સરકારી અને ખાનગી તમામ કર્મચારીઓ માટે આ એક્ઝિક્યુટીવ પ્રોગ્રામ ખૂબ ઉપયોગી બનશે તેવો આશાવાદ છે.

ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર યુનિવર્સિટી દ્વારા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે મેડિકલ, પેરામેડિકલ અને આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા સરકારી અને ખાનગી કર્મચારીઓ ,તબીબો માટે બે વર્ષના માસ્ટર કોર્સનો પ્રારંભ કરવાની ગત કારોબારી બેઠકમાં મંજૂરી આપી છે. આ કોર્સમાં વિજ્ઞાન પ્રવાહ સહિત સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તેમજ અન્ય જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મીઓ માટે માસ્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન (એક્ઝિક્યુટીવ પ્રોગ્રામ )નો અભ્યાસ મહત્વનો બનશે.

બે વર્ષનો અભ્યાસ, એક સેમની 18 હજાર ફી
હોસ્પિટલ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ.કે.કે.પટેલે જણાવ્યું બે વર્ષનો અભ્યાક્રમ છે. કોર્સમાં એક સેમની ફી 18 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ અભ્યાસમાં હાલમાં 30 જેટલી બેઠકોની ફાળવણી કરવામાં આવશે.તેમાં પ્રવેશ મેળવવા માટે મેરિટ બેઝના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે આગામી સંભવિત સપ્ટેમ્બર મહિનામાં એક્ઝિક્યુટીવ પ્રોગ્રામના અભ્યાસક્રમનો પ્રારંભ થઇ શકે છે. સમગ્ર કોર્સ યુનિવર્સિટી ચલાવશે અને ડિગ્રી પણ યુનિવર્સિટી જ આપશે.

અન્ય સમાચારો પણ છે...