આયોજન:પાટણમાં 14 જૂના બિલ્ડીંગો સામે ફાયર NOCમાટે ટૂંક સમયમાં નવી ગાઈડલાઈનથી કાર્યવાહી કરાશે

પાટણ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના ફાયર ઓફિસર દ્વારા સૂચના મળતા આગળની કાર્યવાહી કરાશે

પાટણ શહેરમાં ફાયર સેફ્ટિની સુવિધા અને એન.ઓ.સી મેળવવામાં બેદરકાર 14 બિલ્ડીંગ માલિકોને વારંવાર નોટિસ આપ્યા પછી જૂના અને નવા બિલ્ડીંગો અંગે રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા નવી ગાઈડલાઈન આપવામાં આવી છે. હવે ટૂંક સમયમાં તે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાત્રતા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ આપીને આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યના મહાનગરોમાં આગની ઘટનાઓ પછી હાઈરાઈઝ અને એસેમ્બલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા અને તેની એનઓસી ફરજિયાત કરાતાં પાટણ શહેરમાં 17 હાઇરાઇઝ બિલ્ડિંગ માટે નોટિસ આપ્યા બાદ ત્રણમાં ફાયર એનઓસી પ્રક્રિયા કરી દેવાઈ હતી.

જ્યારે 14 જૂના બિલ્ડીંગો દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં નગરપાલિકા સ્થિત ફાયર ઓફિસ દ્વારા નોટિસ અપાઈ હતી પણ જૂના અને નવા બિલ્ડીંગોને એન ઓસી પાત્ર ગણવા અંગે સમગ્ર મામલો સરકારમાં વિચારાધીન હતો. જેમાં હાલમાં જ નવી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. જે આવી ગયે નવેસરથી ફરીથી નોટિસની બજવણી કરવામાં આવશે. તેમ ફાયર ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું.

આ જૂના બિલ્ડીંગોની પાત્રતા વિચારાધીન હતી

 • અશોકા ફ્લેટ
 • અભિષેક ફ્લેટ
 • હસ્તિનાપુર ફ્લેટ
 • સપના એપાર્ટમેન્ટ
 • ઈન્દ્રપુરી ફ્લેટ
 • ગાયત્રી દર્શન ફ્લેટ
 • રાજવી ફ્લેટ
 • શ્લોક પરીસર
 • શુકન ફ્લેટ
 • કેશવ હાઈટ્સ
 • ચિંતામણી ફ્લેટ
 • રાધે ફ્લેટ
 • શ્રીજી એપાર્ટમેન્ટ
 • સાંઈ પ્લાઝા
અન્ય સમાચારો પણ છે...