સન્માન:ચોરાડ આહીર સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટતાં નવી પેઢી DYSPથી લઇ દેશની રક્ષામાં જોડાઈ

પાટણએક મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
સમાજમાં સૌ પ્રથમ ક્લાસ વન અધિકારી બનેલ નવીનભાઈ આહીરનું સમાજના શિક્ષિત લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સમાજમાં સૌ પ્રથમ ક્લાસ વન અધિકારી બનેલ નવીનભાઈ આહીરનું સમાજના શિક્ષિત લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
  • સાંતલપુરના 24 ગામના 8 હજાર જનસંખ્યાના સમૂહમાંથી ફ્કત 2 વર્ષમાં 41 દીકરા-દીકરીએ ક્લાસ 1 થી 3ની સરકારી નોકરી લીધી

પાટણના ભૌતિક સુવિધાઓ અને શિક્ષણથી વંચિત સરહદી વિસ્તાર એવા સાંતલપુરના ચોરાડ આહીર સમાજમાં નવી પેઢીમાં શિક્ષણની જ્યોત પ્રગટતા સંઘર્ષ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી યુવાવર્ગ ઉજ્જવળ ભવિષ્ય બનાવી પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. સમાજ માંથી બે જ વર્ષમાં 41 દિકરા દિકરી રાજ્યભરની વિવિધ જગ્યાઓ પર ક્લાસ વન અધિકારીથી લઈ વર્ગ 3ના કર્મચારી બની ડીવાયએસપીથી લઈ દેશની સેવામાં ફરજ બજાવે છે.આ સમાજની ટૂંકા ગાળામાં થયેલ પ્રગતિ અન્ય પછાત સમાજ માટે પ્રેરણાત્મક ઉદાહરણ રૂપ બની છે.

સાંતલપુર તાલુકાના ચોરાડ આહીર સમાજના 24 ગામની અંદાજિત 8000 ની જનસંખ્યા છે. વર્ષોથી આ સમાજનો 80% સમૂહ પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરે છે. સમાજમાં અલ્પ શિક્ષિત લોકો અને શિક્ષણનો અભાવ બંનેના કારણે 2020 સુધીમાં ગણ્યા ગાંઠયા ત્રણથી ચાર લોકો જ સામાન્ય વર્ગ ત્રણ અને ચાર ની સરકારી નોકરીમાં ફરજ બજાવતા હતા.

અન્ય તમામ લોકો મજૂરી પશુપાલન આધારિત જ ગુજરાન કરતા હતા.પરતુ 2015 બાદ નવી પેઢીને શિક્ષણ પ્રત્યે આકર્ષણ અને જાગૃતતા તેમને અલગ રાહ ચિંધવા માટે પ્રેરણા પૂરી પાડતા યુવા વર્ગ ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીની ભરતીઓમાં જોડાવા માટે તનતોડ મહેનત શરૂ કરી હતી.વર્ષ 2021 અને 2022 માં વિવિધ ભરતીઓમાં એક સાથે આ સમાજના સમૂહમાંથી 41 દિકરા દીકરીઓ અલગ અલગ કેડરની નોકરીઓમાં પસંદગી પામ્યા છે.

સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અગ્રણીઓ અને નોકરિયાતો મીટીંગો કરે છે : સમાજ અગ્રણી
ચોરાડ આહીર સમાજના અગ્રણી કાનાભાઈ આહીરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલમાં જે નવી પેઢી આગળ આવી છે.સમાજના અન્ય યુવા વર્ગને પ્રેરણા મળે માટે નોકરીમાં લાગેલા સરકારી કર્મચારીઓનું સમાજ દ્વારા વિશેષ સન્માન કરાય છે તૈયારીઓ કરતા અને અભ્યાસ કરતા યુવા વર્ગને નોકરીમાં લાગેલા સમાજના શિક્ષિત લોકો માર્ગદર્શન મળી રહે ઉપરાંત તૈયારીઓ માટે સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરાય છે. સમાજ દ્વારા અન્ય કોઈ બાબતોમાં ના પડી શિક્ષણને જ મહત્વ આપી સમાજમાં કેમ શિક્ષણ વધે અને સમાજની પ્રગતિ થાય તે દિશામાં આગળ વધવા સમાજના અગ્રણીઓ અને નોકરીયાતોની અવારનવાર મીટીંગો મળી રહી છે.

નવી પેઢી આર્ટસથી MBBS સુધીનો અભ્યાસ કરે છે
સમાજમાં અગાઉ સાક્ષરતાના અભાવે મોટાભાગનો સમૂહ પૈકી ભાગ્યે જ કોઈએ ધો 12 સુધીનો પણ અભ્યાસ કર્યો હશે.પરંતુ 2015 બાદ શિક્ષણ ક્ષેત્રે આવેલી જાગૃતિના કારણે દીકરા દીકરીઓ હવે ધોરણ 12 પછી આર્ટસ કોમર્સ સાયન્સ ક્ષેત્રે પણ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. હાલમાં રોઝું ગામની રિયા આહીર એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમજ અન્ય યુવાનો પણ સ્નાતક અને અનુસ્નાતકના ઉચ્ચ અભ્યાસો સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તનતોડ મહેનત કરી રહ્યા છે.તેમ નારણભાઈ આહિરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...