રજૂઆત:પાટણ પાલિકામાં સિવિલ એન્જિનિયર ,સેનેટરી ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા ઉપર નવી નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં કર્મચારીઓ નિવૃત્ત થતાં અન્ય કર્મચારીઓ ઉપર વધી રહ્યું છે

પાટણ નગરપાલિકા કચેરીમાં કાયમી કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે, કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી કામનું ભારણ નવા - જુના અન્ય કર્મચારીઓ ઉપર વધી રહ્યું છે . કરાર આધારિત તેમજ એપ્રેન્ટીસ કર્મચારીઓ પાસે અનુભવ ન હોવાથી તેઓ પણ કામગીરીમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે હાલમાં પાલિકા દ્વારા જુના કર્મચારીઓને વધારાના ચાર્જ આપી રહ્યા છે

ત્યારે બુધવારે પાટણ આવેલા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ ,ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ તેમજ અગ્રણીઓ દ્વારા કાયમી સિવિલ એન્જિનિયર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર ને ભરતી કરવા રજૂઆત કરી હતી

પાલિકાના છ કર્મચારીઓને વધારાના ચાર્જ અપાયાં
નગરપાલિકા દ્વારા રેલવે અને ઘીવટો વોર્ડ ઇસ્પેક્ટર મુકેશ રાવલ ને રાજકાવાડા નાગરવાડા ગાયત્રી અને હાઈવે વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરની કામગીરી સોંપાઈ છે. જયેશ પંડ્યાને રેલવે ઘીમટા સાલવીવાડા વોડ સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપરાંત સ્વચ્છતા અને બાગ બગીચા ટેબલની જવાબદારી,મુનાફ શેખને ગાયત્રી અને હાઈવે રોડ ઉપરાંત પાલિકા ઈબા લાગત ટેબલની કામગીરી, બાંધકામ શાખાના કલાર્ક રજની મોદીને દુકાન ભાડાની વધારાની કામગીરી, અમરીશ રામીને લીગલ શાખા ની વધારાની કામગીરી તેમજ નાગરવાડા રાજકા વાડા વોર્ડ ઇન્સ્પેક્ટર ભરત પટેલને ઢોર ડબ્બા શાખાની વધારાની કામગીરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...