પાટણનાં હાર્દસમા સીટી પોઇન્ટ કોમ્પલેક્ષમાં બપોરના આશરે 12 કલાકના સુમારે પાટણ એસઓજી, બી ડીવીઝન પોલીસ સહિત ડોગસ્કવોર્ડનો કાફલો આવી પહોંચતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા . સીટી પોઇન્ટ કોમ્પલેક્ષનાં ભોયરામાં શકમંદ ઇસમો ઘાતક હથિયાર સાથે લોકોમાં દહેશત ફેલાવાની બાતમીના આધારે પોલીસનો કાફ્લો ગાડીઓ સાથે આવી પહોંચતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા.
થોડા સમય માટે સીટી પોઇન્ટકોમ્પલેક્ષ સહિત આસપાસની દુકાનો અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ગભરાટની સાથે દોડધામ પહોંચી ગઈ હતી .
શહેરના સીટી પોઇન્ટકોમ્પલેક્ષમાં બે શકમંદ ઈસમો ઘાતક હથિયારો સાથે લોકોમાં દહેશત ફેલાવવા સંતાઈ ગયા હોય તેવી ચોકકસ બાતમીના આધારે પાટણ એસઓજી અને બી ડીવીઝન પોલીસે સીટીપોઈન્ટના તમામ વિસ્તારની તપાસ કર્યા બાદ આ બંને ઈસમોને કોમ્પલેક્ષના ભોંયતળીયામાં સંતાયેલા નજરે પડતાં હથિયાર સાથે આવેલા આ બંને ઈસમોને પકડવા માટે પોલીસે ગોળીબાર કરતા કોમ્પલેક્ષના વેપારીઓ સહિત આમ નાગરીકોમાં પણ ગોળીબારના અવાજને લઈ ભારે દહેશત જોવા મળી હતી.
પોલીસે કરેલ ગોળીબારના અવાજને પગલે સીટીપોઈન્ટની બહાર ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા . જોકે 15 મી ઓગસ્ટ ભારતના સ્વાતંત્ર્ય પર્વ દિન નિમિત્તે કોઇ અઘટીત ઘટનાકે અસામાજીક તત્વો દ્વારા આઝાદીના આ પર્વને દહેશતમાંન ફેલાવે તે માટે જીલ્લા પોલીસવડાની સૂચના અનુસાર આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.