તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકડ્રીલ:પાટણ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર વિભાગમાં જિલ્લા પ્રશાસન દ્વારા મોકડ્રીલ યોજાઈ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ મોકડ્રીલનાં પગલે અફડા તફડી મચી

કોવિડ 19 ની મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં હોસ્પિટલોમાં વેન્ટીલેટર અને ઓક્સિજન લીકેજ થતાં આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તકેદારીના કેવા પગલા લેવા તે સંદર્ભે બુધવારે પાટણ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટરમાં આગ લાગવાની મોકડ્રીલ યોજવામાં આવી હતી.

તકેદારીના કેવા પગલા લેવા તે અંગેનું જીવંત રીહર્સલ કરાયું

પાટણ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે એસ.ઓ.જી., ફાયર બ્રિગેડ અને પાટણ સિવિલ હોસ્પિટલના ઉપક્રમે વેન્ટીલેટરમાં આગ લાગવાની મોકડ્રીલ યોજવાનું મુખ્ય કારણ આવા કપરાં સમયે કર્મચારીઓ દ્વારા તકેદારીના કેવા પગલા લેવા તે અંગેનું જીવંત રીહર્સલ કરી આગને કાબુમાં લેવામાં આવી હતી. અને વેન્ટીલેટર રુમમાં રહેલા દર્દીઓને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડી ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી.

મોકડ્રીલને લઇ લોકોએ હાશકારો અનુભવ્યો

પાટણ જનરલ સિવિલ હોસ્પિટલનાં સિવિલ સર્જને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની આ ઘટનાને લઈ પ્રથમ દષ્ટિએ લોકોમાં ભારે ભય ફેલાયો હતો. પરંતુ તકેદારીના ભાગરુપે યોજવામાં આવેલ આ મોકડ્રીલને લઇ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...