અકસ્માત:કલ્યાણપુરા નજીક હાઈવે પર ટ્રેલરે રાહદારી આધેડને અડફેટે લેતાં મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મૃતકના દીકરાએ સાંતલપુર પોલીસમાં ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવી

સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ નજીક હાઈવે પર રાહદારીને અજાણ્યા ટ્રેલર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગાડી મુકીને નાસી છૂટયો હતો. આ અંગે મૃતકના દીકરાએ સાંતલપુર પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામે રહેતા રાણાભાઇ દેભાભાઈ આયર (ઉ. વ.62) ગુરુવારે સવારે ખેતરે આંટો મારવા ગયા હતા અને ખેતરથી આંટો મારી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે સાતલપુર કમલ હોટલ ની સામે હાઈવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેઓના શરીર ના ટુકડેટુકડા થઈ ગયા હતા.

આ ગંભીર અકસ્માતમાં તેઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત પછી ટ્રેલરચાલક ગાડી મૂકી નાસી છૂટયો હતો. આ બનાવની જાણ મૃતકના પરિજનોને થતાં ઘટનાસ્થળે દોડી આવી તેઓના શરીરના ભાગ ભેગા કરી પ્રાઇવેટ વાહન મારફતે સાંતલપુર સરકારી દવાખાને લઇ જઇ પીએમ અનુસંધાન પાન 2

અન્ય સમાચારો પણ છે...