પાટણ શહેરના લાલ દરવાજા નજીક જૂની સબ જેલના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાના મંદિરની આજુબાજુમાં સાંજના સુમારે સાફ-સફાઈ કરવા ગયેલ એક આધેડ કુંડી તૂટતા અંદર ખાબકતા અને આ બાબતની અહિ ઉભેલા એક ઈસમને જોઈ જતા તેણે બુમાબુમ કરતાં આજુબાજુના યુવાનોએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી મહામુસીબતે કુડીમાં દીવાલ નીચે દટાયેલ આધેડ ને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ ની મળતી હકીકત મુજબ પાટણ શહેરના લાલ દરવાજા નજીક આવેલી જુનીસબ જેલ ના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાના મંદિરની આજુબાજુ મા ફેલાયેલી ગંદકી ની સફાઇ કરવા ગુરૂવારે મોડી સાંજે આવેલા પ્રવિણભાઈ નામનો આધેડ અગમ્ય કારણોસર મંદિરની બાજુમાં આવેલી કુંડી ઉપર સફાઈ કરતા અચાનક કુંડી તૂટતા અંદર ખાબક્યો હતો અને કુંડીની ફરતે જજૅરિત બનેલ દિવાલનો કાટમાળ તેની ઉપર પડતાં તેને બુમાબુમ કરી હતી આ સમયે આ જગ્યા પર રહેલા અન્ય વ્યક્તિએ જેલની બહાર આવી કુડીમાં આધેડ ખાબક્યો હોવાની બૂમો પાડતા આજુબાજુ માથી રાહુલ પટેલ જૈનિષ પટેલ, દિનેશ પટેલ સહિતના યુવાનોએ ધટના સ્થળે દોડી જઈને મહામુસીબતે આધેડને કુડી માથી બહાર કાઢી 108 ને જાણ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
લાલ દરવાજા નજીકની જુની સબજેલની ખુલ્લી કુડીમા આધેડ ખાબક્યો હોવાની ઘટનાને પગલે લોકો ટોળે વળ્યાં હતાં. તો આ જુની સબજેલમાં દર્શન માટે લોકો આવતા હોઈ આ ખુલ્લી કુંડીનું પુરાણ કરવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.