આધેડનું મોત:ખલીપુર પાસે માલગાડીના અડફેટ આધેડનું મોત થયું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી ઓળખ માટે તપાસ શરૂ

પાટણ ભીલડી રેલવે લાઈન ઉપર ખલીપુર ગામ પાસે વહેલી સવારે ભીલડી તરફથી આવી રહેલ માલગાડીની હડફેટે આવી જતા અજાણ્યાં આધેડ નું મોત થયું હતું. પાટણ ભીલડી રેલવે લાઈન પર મંગળવારના રોજ સવારે ભીલડી તરફથી માલગાડી આવી રહી હતી.ત્યારે ખલીપુર ગામ નજીક અચાનક રેલવે પાટા આગળ અજાણ્યાં આધેડ ઉંમરનો વ્યક્તિ માલગાડીના એન્જીન આગળ આવી જતા હડફેટે આવી જતા ફંગોળાઈ સાઈડમાં પડ્યો હતો.

ગાડી સ્પીડ અથડાતા ગંભીર ઈજાઓને લઈ નું ઘટના સ્થળે મોત થતા પોલીસને જાણ થતાં મૃતદેહ રેલવે સ્ટેશન ખાતે લાવી તાલુકા પોલીસને જાણ કરી હતી.મૃતકની ઓળખ ન થતા મૃતદેહ ધારપુર પીએમ અર્થે ખેસડી અકસ્માતે મોતનો ગુનો નોંધી ઓળખ મેળવવા તપાસનો દોર શરુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...