દુર્ઘટના:ધિણોજ પાસે બે ગાડી વચ્ચે અકસ્માતમાં આધેડનુ મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાણસ્મા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ

ચાણસ્માના ધીણોજ ગામ નજીક સોમવારે સાંજે હાઇવે પર અલ્ટો અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બ્રાાહ્માણવાડાના અલ્ટો કાર ચાલક અાધેડનુ મોત થયુ હતુ. અા અંગે મૃતકના ભત્રીજાઅે ચાણસ્મા પોલીસ મથકે સ્વીફટ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્માના બ્રાહ્માણવાડા ગામે રહેતા ચૌધરી નારણભાઇ શંકરભાઇ (ઉ.વ.54)સોમવારે સાંજે કાર જીજે ડીઅેલ 04 સીઅેેઅે 2262 માં ધિણોજથી ચાણસ્મા તરફ જઇ રહ્યા હતા દરમ્યાન સ્વીફટ કાર ચાલકે સામેથી ટકકર મારતા ઇજાઅો થતાં કાર ચાલક નારણભાઇનું ભર્યુ મોત થયુ હતુ. અા અંગે મૃતકના ભત્રીજા પ્રકાશભાઈ ચૌધરીઅે ચાણસ્મા પોલીસ મથકે કાર જીજે 01 અેચઅેસ 4255 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...