અભયમની કામગીરી:રાજસ્થાનથી આવેલી માનસિક દિવ્યાંગ યુવતી સિદ્ધપુર પહોંચતાં સુરક્ષા અપાઈ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ 181 મહિલા અભયમની ટીમે યુવતીને સુરક્ષીત સ્થળે ખસેડી
  • ​​​​​​​યુવતી મારવાડી ભાષા જાણે છે, પરિવારની વિગતો-સરનામું જણાવતી નથી

રાજસ્થાનથી ભૂલી પડેલી એક માનસિક દિવ્યાંગ સિદ્ધપુરથી મળી આવતા અભયમની ટીમે સરનામું મેળવવા પ્રયાસ કર્યા બાદ પણ ન મળતા અંતે સુરક્ષિત સ્થળે ખસેડી પરિવાર જનોની શોધખોળ માટે પ્રયાસ શરૂ કર્યા હતા. રાજસ્થાનથી એક યુવતી ભૂલી પડી સિદ્ધપુરમાં આવી પહોંચી હતી.

આ અંગે પાટણ 181 અભયમની ટીમ ત્યાં પહોંચી હતી. કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું કે, મહિલા પોલીસ એેએસઆઇ બબીબેન સાથે જમનાબેન (નામ બદલ્યું છે)નું કાઉન્સેલિંગ કર્યું તો તે મારવાડી સહિતની ભાષામાં વાત કરતી હતી.

આથી તેની ભાષા સમજવા માટે સિદ્ધપુરમાં કામ કરતાં રાજસ્થાનના શ્રમિકો સાથે મારવાડી ભાષામાં વાતચીત કરાવી હતી. જોકે, કોઈ સરનામું ન મળતાં સિદ્ધપુર સહિતના સ્થળોએ તપાસ કરી હતી. પરંતુ પરિવારજનોનો પત્તો મળ્યો ન મળતાં તેને પાટણ લાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...