રક્તદાન મહાદાન:સરસ્વતી તાલુકાના ખારેડા ગામે સદારામ ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર સમાજનાં યુવાનો દ્વારા સ્વૈચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કરી મેગા બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવ્યો

આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા લોક સેવાના કામોની સાથે સાથે ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારની કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી છે. રવિવારના રોજ સરસ્વતી તાલુકાના ખારેડા ગામે સદારામ ફાઉન્ડેશનનાં નેજા હેઠળ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલા સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ઠાકોર સમાજના દીકરા-દીકરીઓના અભ્યાસની ચિંતા વ્યક્ત કરી કન્યા કેળવણી ઉપર ભાર મુકતાં જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકા પંથકની ઠાકોર સમાજની દીકરીઓને ધોરણ 10 પછી અભ્યાસ માટે શહેરી વિસ્તારમાં અપડાઉન કરવું પડતું હોવાના કારણે કેટલાક પરિવારો પોતાની દીકરીનો અભ્યાસ છોડાવી દેતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં સરસ્વતી તાલુકા પંથકમાં દીકરીઓને કોલેજ કક્ષા સુધીના અભ્યાસક્રમની સુવિધા ઉપલબ્ધ બને તે માટે તેઓ પ્રયત્નશીલ હોવાનું જણાવી આ શિક્ષણનાં કાર્યમાં સમાજના આગેવાનોને સહયોગી બનવા અપીલ કરી હતી.

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે સદારામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ સહિતના યુવાનોએ સ્વૈચ્છાએ પોતાનુ બ્લડ ડોનેટ કર્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર,પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાન નવધણજી ઠાકોર સહિત નાં આગેવાનો,કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સરસ્વતી તાલુકા નાં ખારેડા મુકામે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો નું ઠાકોર સમાજ નાં યુવાનો દ્વારા બાઈક રેલી યોજી સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...