સમીક્ષા:પાટણમાં સ્ટેટ ઓબ્ઝર્વર જૈનું દેવનની અધ્યક્ષતામાં નોડલ ઓફિસર્સ સાથે બેઠક યોજાઈ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ ઓબઝર્વરએ 11 મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. પાટણ જિલ્લામાં તા.5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. પાટણ જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીની કામગીરી માટે વિવિધ ટીમો હાલમાં કાર્યરત છે. આ ટીમો પર વોચ રાખવા માટે પાટણ જિલ્લામાં ઓબઝર્વર્સનું આગમન થયું છે. આજરોજ જિલ્લા સેવા સદન ખાતે સ્પેશિયલ એક્સેસેબલ એન્ડ સ્વીપના સ્ટેટ ઓબઝર્વર જૈનુ દેવનની અધ્યક્ષતામાં નોડલ ઓફિસર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં સ્ટેટ ઓબઝર્વરે ચૂંટણીલક્ષી તમામ બાબતોની વિગતો સંલગ્ન નોડલ ઓફિસર્સ પાસેથી મેળવી હતી.

પાટણ જિલ્લા સેવા સદન ખાતે સ્પેશિયલ એક્સેસેબલ એન્ડ સ્વીપના સ્ટેટ ઓબઝર્વર જૈનુ દેવનની અધ્યક્ષતામાં નોડલ ઓફિસર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.સ્ટેટ ઓબઝર્વરે ચૂંટણીલક્ષી બાબતોની તમામ જાણકારી મેળવી હતી. જેમાં ખાસ કરીને દિવ્યાંગ મતદારો, તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારો માટે મતદાન મથકો પર શું વ્યવસ્થા કરવામાં આવી છે, તેની જાણકારી મેળવી હતી. તદઉપરાંત રાજ્યમાં હાલમાં જે અવસર કેમ્પેઈન ચાલી રહ્યું છે તે અંતર્ગત પાટણ જિલ્લામાં શું કામગીરી કરવામાં આવી રહી છે, ક્યા પ્રકારના કાર્યક્રમો થકી મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તે તમામની વિસ્તૃત જાણકારી મેળવી હતી. પાટણ જિલ્લામાં 40 જેટલા મોડલ બૂથ પણ બનાવવામાં આવશે. આ મોડલ બૂથ પર શુ વ્યવસ્થા રહેશે તેની વિસ્તૃત જાણકારી સ્ટેટ ઓબઝર્વરએ મેળવી હતી અને જરૂરી સુચનો પણ કર્યા હતા.

આજરોજ સ્પેશિયલ એક્સેસેબલ એન્ડ સ્વીપના સ્ટેટ ઓબઝર્વર જૈનુ દેવન ચૂંટણીલક્ષી તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે પાટણ જિલ્લાની મુલાકાતે હતા.સ્ટેટ ઓબઝર્વરએ જિલ્લાના કુલ 11 મતદાન મથકોની મુલાકાત લીધી હતી. જેમાં પાટણની આદર્શ હાઈસ્કૂલના 3 બૂથ, આનંદ પ્રકાશ માધ્યમિક શાળાના 3, યમુના વાડીના 3 બૂથ અને શ્રમજીવી પ્રાથમિક શાળાના 2 બૂથનો સમાવેશ થાય છે. આ મતદાન મથકોની મુલાકાત લઈને સ્ટેટ ઓબઝર્વરએ મતદાન મથકો પર મતદારો માટેની પ્રવેશ વ્યવસ્થાથી લઈને તેઓ માટે અન્ય શું વ્યવસ્થા કરવામાં આવશે તેની જાણકારી મેળવી હતી તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સુચનો પણ કર્યા હતા.

આજરોજ સ્ટેટ ઓબઝર્વરોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિતસિંઘ ગુલાટી,નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ.નિનામા તેમજ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...