બેઠક:કોરોનાને કારણે સ્થગિત કરાયેલી રમત-ગમત સ્પર્ધાઓ ફરી શરૂ કરવા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બેઠક યોજાઇ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની કમીટીની બેઠક યોજાઇ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોરોન મહામારીની સ્થિતિ હળવી થયા બાદ સ્થગિત કરાવેલા તમામ રમત-ગમત સ્પર્ધાઓ તેમજ મહોત્સવ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં સંપૂર્ણ કોરોના ગાઈડલાઇન પાલન સાથે ડિસેમ્બર મહિનામાં યુવક મહોત્સવ યોજવાનું આયોજન કરાયું છે.

યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં સંલગ્ન તમામ કોલેજોના વિદ્યાર્થીઓને પોતાના અંદર રહેલ કૌશલ્ય ને પ્રદર્શન કરવા સ્ટેજ મળતું હોય વિદ્યાર્થીઓ મહોત્સવમાં ભાગ લેવા માટે ભારે આતુર હોય છે, પરંતુ કોરોના મહામારી ના કારણે છેલ્લા બે વર્ષથી આ યુવક મહોત્સવ બંધ રખાયો હોય ફરી સ્થિતિ સુધરતા વિદ્યાર્થીઓ દ્વારા યુવક મહોત્સવ યોજવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી હતી.

વહીવટી ભવનમાં કુલપતિની અધ્યક્ષતામાં મળેલ બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની બેઠકમાં કમિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આંતરકોલેજ યુવક મહોત્સવના આયોજન અંગે મંજૂરી આપી યોજવા માટે લીલીઝંડી આપવામાં આવી છે.

આગામી ડિસેમ્બર માસમાં જ આ યુવક મહોત્સવ યોજાનાર છે. જેમાં ત્રિદિવસીય મહોત્સવ માં 25 થી વધુ ઇવેન્ટ રાખવામાં આવશે.જેમાં અંદાજે 1000 થી વધુ સ્પર્ધકો અલગ-અલગ સ્પર્ધામાં ભાગ પોતાનું કૌશલ્ય બતાવશે તેવો અંદાજ છે. તેવુ યુનિવર્સિટીના શારીરિક નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું. આ બેઠકમાં બોર્ડના સભ્ય શૈલેષ પટેલ ,ડૉ. લલિત પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...