ચૂંટણી પ્રચાર:ચાણસ્મા શહેરમાં બુધવારે રાત્રે એકતા સમિતિના નેજા હેઠળ ગામ લોકોની સભા યોજાઈ

પાટણ10 દિવસ પહેલા

ચાણસ્મા શહેરમાં બુધવારે રાત્રે એકતા સમિતિના નેજા નીચે ગામ લોકોની રાત્રી સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ગામ સભામાં ઉપસ્થિત રહ્યા હતા એકતા સમિતિના યુવાનોએ હાલની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોર સામે રોજ વ્યક્ત કરી ચાણસ્મા શહેરના વિકાસમાં વર્તન રાખી હોય તેવી ગામ લોકો સમક્ષ વેદના ઠાલવી હતી. હવે આપણે ગામ લોકોએ નક્કી કરવાનું છે કે આપનો જન્ પ્રતિનિધિ કેવો હોવો જોઈએ જે ચાણસ્માના વિકાસમાં સહયોગી બની ચાણસ્મા શહેર આજુબાજુ ઉદ્યોગ ધંધા ધમતમતા થાય તેવા ઉદ્યોગોને લાવીને બેરોજગારોને રોજગારી મળતી થાય તે દિશામાં પગલાં ભરે તેવાની જરૂર છે.

ગામ લોકોએ નક્કી કરવાનું છે કે છેલ્લા 10 વર્ષથી ચાણસ્મા 17 વિધાનસભામાં જન પ્રતિનિધિ તરીકે દિલીપજી ઠાકોર ચૂંટાઈ આવ્યા છે અને કેબિનેટ કક્ષાના મંત્રી સુધી પણ બન્યા છે તો આપણે નક્કી કરવાનું કે ચાણસ્મા નું તેમણે શું ભલું કર્યું સમય પાકી ગયો છે કે આવા જન પ્રતિનિધિ ને જાકારો આપવો તેવી રજૂઆતો યુવાનોએ તેમના પ્રવચનમાં કરી હતી મોટી સંખ્યામાં ચાણસ્મા નગરના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

ચાણસ્મા શહેરના ગામ લોકો ની વિશાળ સંખ્યામાં રાત્રે સભા યોજાઈ હોવાનું અને હાલના ધારાસભ્ય પ્રત્યે રોષ હોવાનું તેમને જાણ થતાં તેમણે સોશિયલ મીડિયામાં ચાણસ્મા નગરની કયા કારણોસર કોરોનામાં આવી છે ક્યારે નથી તેનો ખુલાસો કરતા જોવા મળે છે જ્યારે ચાણસ્મા આરોગ્ય કેન્દ્રમાં કાયમી ધોરણે ઓક્સિજનનો પ્લાન્ટ પણ તેમના પ્રયત્નોથી શરૂ કરાયો હોવાનું પત્રિકામાં ઉલ્લેખ છે.

હાજી સુધી કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તેના કરતાં વધારે ગ્રાન્ટ ચાણસ્મા નગરને ફાળવી છે ચાણસ્મા નો હાઇવે ઓથોરિટી હાઇવેને આપવામાં આવ્યો છે જેમાં પણ તેનો પ્રયત્ન હોવાના કારણે સારો રોડ ચાણસ્મા ની જનતાને મળી શકશે જો નગર જોને મારુ આ કામ ન ગમ્યું હોય તો તમે અંતરથી વિચારને મારો વિરોધ કરી શકો છો તેમની પત્રિકામાં જોવા મળી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...