તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:સિદ્ધપુરની વિવિધ સમસ્યાને લઈ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક યોજાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરની વિવિધ સમસ્યાને લઈ સરકાર કોઈ પગલાં નહીં લે તો આંદોલન કરવામાં આવશે: ધારાસભ્ય ચંદનજી ઠાકોર

સિદ્ધપુર શહેર ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી સમિતિની બેઠક બુધવારના રોજ યોજાઈ હતી. જેમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, કાર્યકરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે સાથે સમસ્ત કારોબારીની બેઠક દરમિયાન સિદ્ધપુર શહેર તેમજ તાલુકાના ખુબજ અગત્યના પ્રશ્નો જેવા કે, સરસ્વતી નદીમાં બારો માસ પાણી છોડવામાં આવે, સિદ્ધપુર માં કથડાયેલી આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, કાકોશી વિસ્તારમાં GIDC મંજૂર કરવા બાબતે, સહિત કાકોશી વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આમ સિદ્ધપુર વિસ્તારના મહત્વની સમસ્યાઓના નિવારણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવા સર્વાનુમત્તે ઠરાવ મંજૂર કરવામાં આવ્યા. સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના જણાવ્યા મુજબ, વારંવાર રજુઆત કરવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું અને જો હવે આ મુદ્દાઓને લઇ સરકાર કોઈ પગલાં નહિ લે તો આવનાર સમયમાં ધારાસભ્ય તેમજ સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

સમસ્ત કાર્યક્ર્મ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર, જિલ્લા પ્રભારી ગજેન્દ્ર સિંહ રહેવર, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પ્રભારી રામજીજી ઠાકોર, ટ્રેનર અમૃતજી ઝાલા, જીલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, જીલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દાઢી, જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સાકેરાબેન મરેડીયા, તા. ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, ન્યાય સમિતિ ચેરમેન અંજનાબેન દિવાન, કારોબારી ચેરમેન આર.કે. ઠાકોર, પાટણ જીલ્લા પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર જેવા કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા.

અન્ય સમાચારો પણ છે...