હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે કુલપતિની અધ્યક્ષતામાં પીએચડીના અભ્યાસક્રમ અનુલક્ષીને BUTRની બેઠક યોજાઈ હતી. જેમાં પીએચડીના ટાઇટલમાં ફેરફાર અને છાત્રો દ્વારા ગાઈડશીપની માન્યતા તેમજ રદ કરવા અંગેની અરજીઓ ઉપર ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીની BUTR બેઠકમાં નવીન શૈક્ષણિક સત્રમાં પીએચડીમાં પ્રવેશ લેનાર છાત્રોના ટાઈટલમાં ફેરફાર થતા ટાઈટલ બદલવા અંગેની મંજૂરીની અરજીઓ મૂકવામાં આવી હતી. જેમાં પાંચ છાત્રોના ટાઇટલ સુધારણા મંજૂર કરાયા હતા.
લાયકાત વાળા પ્રોફેસરોની ગાઈડશીપ યુ.જી.સીના નવા નિયમ મુજબ ગાઈડશીપ મંજૂરી અંગે રિપોર્ટ તૈયાર કરવા માટે એક નવીન કમિટીની રચના કરવામાં આવી હતી. સાથે કેટલાક ગાઇડશીપ માન્યતા અને રદ કરવા માટે કરેલી અરજી અંગે ચર્ચાઓ કરી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પીએચડી અભ્યાસક્રમના તજજ્ઞ , રજીસ્ટ્રાર સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.