મહિલાએ જીવન ટુંકાવ્યું:પાટણનાં ચાચરિયામાં પરિણીત મહિલાએ સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરનાં ચાચરીયા વિસ્તારમાં રહેતી મોદી સમાજની મહિલાએ પોતાનાં ઘરમાં ઉપરનાં માળે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઇને મૃતકની લાશને નીચે ઉતારી તેનું પંચનામું અને અન્ય કાર્યવાહી કરીને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી.

પરિવારજનોમાં ભારે શોક
આ બનાવની મળતી માહિતી મુજબ પાટણનાં ચાચરીયા વિસ્તારમાં આવેલી વખત કિશોરની ખડકીમાં રહેતા અને પાટણમાં શેરબજારની ઓફિસમાં નોકરી કરતાં હિરેનભાઇ નરેશભાઇ મોદીની પત્ની પૂજાબેન (ઉ.વ.27) એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં તેનાં પરિવારજનોમાં ભારે શોક પ્રસરી ગયો હતો. આ બનાવ બનતાં આસપાસનાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં.

મહિલાને 8 વર્ષનો પુત્ર છે
આ મૃતકનાં પરિવારે પોલીસને જાણ કરતાં ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મતૃતકનાં પરિવારજનો અને પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનારી મહિલા પૂજાબેન મૂળ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદનાં હતા. તેમનાં અને પાટણનાં હિરેનભાઇ મોદીનાં લગ્ન 2012માં થયા હતા. તેમને 8 વર્ષનો પુત્ર છે.

પોલીસે તપાસ હાથ ધરી
આ બનાવની તપાસ કરનારા પી.એસ.આઇ. વી.જે. પરમારે જણાવ્યું કે, મૃતકે મૃત્યુ પહેલાં લખેલી એક ચિઠ્ઠી ઘટના સ્થળેથી મળી હતી, જેમાં તેણે પોતાનાં મૃત્યુ માટે કોઇને જવાબદાર ઠેરવ્યા નથી ને પોતે જાતે જ આત્મહત્યા કરી છે. તે પ્રકારનું લખાણ એ-લખેલું છે. મળતી માહિતી મુજબ મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...