લાશ મળી:ખાખલ નજીકના પુલ નીચેથી પુરૂષનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હારિજ તાલુકાના ખાખલથી જશવંતપુરા રોડ પર એક પુલ નીચે ગરનાળામાંથી એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી હતી. જે મૃતક રાધનપુર તાલુકાના મઘાપુરા ગામનો હોવાની ઓળખ થઈ છે. મૃતકને હારિજ રેફરલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો.

ત્રણ દિવસ પહેલા પુરૂષ ગુમ થયો હતો
રાધનપુર તાલુકાના મઘાપુરા ગામના પ્રભુભાઈ નાથુભાઈ નિરાશી ઠાકોર ત્રણ ચાર દિવસથી ઘરેથી નીકળી ગયો હોય પરિવારજનોએ રાધનપુર પોલીસ મથક ખાતે જાણવાજોગ લેખિત જાણ કરી હતી. જેમાં શુક્રવાર સવારે ખાખલ અને જશવંતપુરા રોડ પર આવેલા પુલ નીચે ગરનાળા નજીક સ્થાનિક ખેડૂતોને મૃત હાલતમાં લાશ દેખાઈ હતી. જેથી હારિજ પોલીસને જાણ કરી હતી.
રાધનપુરમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા પુરૂષ અંગેની ફરિયાદને પગલે તેના પરિવારજનો આવતા મૃતકની ઓળખ થઈ હતી. અને હારિજ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાશને લાવવામાં આવી હતી.
હત્યા કે આત્મહત્યાની તપાસ કરવામાં આવશે
હારિજ પીએસઆઇ આર.કે પટેલના જણાવ્યાં મુજબ મૃતકના શરીર પર કોઈ માર કે ઇજાઓના નિશાન દેખાતા નથી. પણ રાધનપુર વિસ્તારમાંથી અહીંયા કેવી રીતે આવ્યો અને કઈ રીતે મૃત્યુ પામ્યો તેની તપાસ માટે પેનલ ડોક્ટરની ટીમ દ્વારા પીએમ કરવાનું છે. જે પીએમ રિપોર્ટના આધારે હત્યા કે આત્મહત્યાની તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...