રાધનપુર તાલુકાના મોટી પીંપળીગામે સીમ વિસ્તાર ખેતરમાં ગેરકાયદેસર તમંચો અને પિસ્તોલ રાખનાર બે યુવાન તાંજેતરમાં ઝડપ્યા હતા તેમને વેચાણ આપનાર મુખ્ય આરોપી સુરતથી ઝડપી પાડ્યો હતો. રાધનપુર તાલુકાના મોટી પીંપળી ગામે દેશી બનાવટની પિસ્તોલ તેમજ તમંચા કારતુસ સાથે રાવળ અભિમન્યુ પાંચાભાઇ રહે.મોટી પીપળી અને ગોહીલ (ઠાકોર) ચેતનકુમાર હાથીજી રહે.સવપુરા તા.કાંકરેજ બન્ને મોટી પીંપળી ગામે અભિમન્યુના ખેતરમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાના તમંચા 2 તથા પિસ્તોલ 1 અને કારતુસો 10 કિ.રૂ.52000 તેમજ બે મોબાઇલ કિ.રૂ.10000 કુલ રૂ.62000 નો મુદ્દામાલ પકડી પાડ્યા હતા.
તે વેચાણ અાપનાર મુખ્ય આરોપી પંકજ ઉર્ફેરામચંદ અાશારામ ભીમકસિંહ યાદવ હાલ રહે.સુરત મુળ ઉત્તરપ્રદેશને ગુરૂવારે સુરતથી ઝડપી પાડ્યો હતો તેને રાધનપુર પોલીસ મથકે લાવી તપાસ માટે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે 1 દિવસના મંજૂર કરતા તેની તપાસ રાધનપુર પીઅાઇ જી.અાર.દેસાઇ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.