પાટણ તાલુકાનાં સાણોદરડા જતા રોડ ઉપર 23મીની મોડી રાત્રે એક ટ્રેક્ટરે રિક્ષાને ટક્કર મારતાં એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડતાં તેનું મોત નિપજ્યું હતું. તેની લાશનું પી.એમ. પાટણની સિવીલમાં કરાયું હતું.
સરસ્વતી તાલુકાનાં કોટાવડ ગામનાં વતની અને અમદાવાદ રહેતા સંજયજી વક્તાજી ઠાકોર તથા તેમની સાથે અન્ય બે વ્યક્તિઓ લક્ષ્મણજી જેનાજી તથા છત્તરસિંહવેલાજી ઠાકોર (રહે. કોટાવડ તા. સરસ્વતી) રિક્ષામાં બેસીને તેમનાં સંબંધીનાં લગ્નનાં રાસ ગરબા જોવા માટે કોટાવડથી નિકળીને સાણોદરડા રોડઉપર જતાં હતા.
આ દરમિયાન ધોકલીયા મહારાજનાં મંદિરથી આગળ સામેથી આવતાં એક ટ્રેક્ટર ખેડવાની કલ્ટી સામે આવતું હોવાથી રિક્ષા ચાલકે રિક્ષાને રોડની સાઇડમાં કરતાં ટ્રેક્ટર ચાલકે રિક્ષામાં બેઠેલા છત્તરસિંહને ટ્રેક્ટરની કલ્ટી કમરનાં ભાગે અથડાઇ હતી. જેથી તેઓ રોડ ઉપર પટકાયા હતા. તેમને ઇજા થતાં તેને ઇકો ગાડીમાં સારવાર માટે પાટણની ખાનગી હોસ્પીટલમાં લાવ્યા બાદ તેને અમદાવાદ લઇ જવાનું કહેતાં તેને એમ્બ્યુલન્સમાં લઇ જતાં રસ્તામાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.