પાટણ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ત્રણ બાઈકો ની ઉઠાંતરી કરનાર આરોપી ને વાગડોદ પોલીસ દ્વારા ભાટસણ ચેક પોસ્ટ પાસે થી આબાદ ઝડપી ચોરેલા ત્રણેય બાઈકો પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મિલ્કત વિરુધ્ધના ગુના બનતા અટકાવવા સારૂ તેમજ અનડિટેકટ ગુના ડીટેકટ કરવા સારૂ સુચના જિલ્લા પોલીસ વડા ની સુચના અનુસાર વિવિધ પોલીસ સ્ટેશનો નાં સ્ટાફ દ્વારા ચક્રો ગતિમાન બનાવ્યા છે ત્યારે ગતરોજ વાગડોદ પોલીસ સ્ટાફ ભાટસણ ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરીના ત્રણ મો.સા નો આરોપી આવી રહ્યો છે .
જે હકીકત આધારે વાગડોદ પોલીસ દ્વારા આરોપીને પકડી મોબાઇલ પોકેટ કોપ તેમજ હ્યુમન રિસોર્સીસ દ્વારા તેની તપાસ કરતા આરોપીઓએ પાટણ સીટી એ ડીવીઝન તથા પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે વિસ્તારના કુલ-03 મો.સા ચોરી કરેલાની કબુલાત કરતા પોલીસે આરોપી પાસેથી ચોરીના ત્રણ મોટરસાયકલો કિ.રૂ.85000 નાં કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વાગડોદ પોલીસ ની પુછપરછ દરમિયાન પકડાયેલ આરોપી હરસનરામ છત્રારામ સવારામ જાતે ભીલ રહે બડગાવ તા.રાણીવાડા જી. ઝાલોર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ માં ત્રણ મો.સા. GJ-24-AK- 9359, સ્પ્લેન્ડર પ્લસ ,GJ-24-AK-1165 એચએફ ડીલક્ષ અને GJ-24-AL-5431 સ્પ્લેન્ડર મો.સા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.