ધરપકડ:સાંતલપુર હાઇવે પરથી 33 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.3.39 લાખના મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 3 સામે ગુનો નોંધ્યો

સાંતલપુર પોલીસ બાતમીના આધારે નેશનલ હાઇવે પર વાહનચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે રાધનપુર તરફથી આવતી કાર(જીજે-08- બીબી-2872)ને અટકાવી તપાસ કરતા કારમાં બનાવેલા ચોરખાનું સંતાડેલો વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂની 122 બોટલ રૂ.33824 સાથે મોબાઈલ, કાર મળી કુલ કિંમત 3,39,094ના મુદ્દામાલ સાથે દિનેશકુમાર ધર્મારામ બીસનોઈ,રહે.આર્ટવાવ થાના, તા.ગુડા માલ,જિ.બાડમેર રાસ્થાનની અટકાયત કરી હતી.પકડાયેલ શખ્સની પૂછતાછ કરતાં રાજસ્થાનના આંસુરામ બીસનોઈ દ્વારા દારૂ ભરીને આપ્યો હતો અને જામનગરમાં પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી. સાંતલપુર પોલીસ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...