તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાધનપુરમાંથી દેશી તમંચો, કારતૂસ સાથે શખ્સ ઝડપાયો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરના ઘરે રાખેલ દેશી તમંચો સાથે સોમવારે શખ્સ ઝડપાયો હતો. આ અંગે રાધનપુર પોલીસે તમંચો રાખનાર, વેચાણ આપનાર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

રાધનપુરના કેશરીયા હનુમાન મંદિરની નજીક રેલવે ફાટક પાસે સોમવારે રાધનપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે બાતમી આધારે ઠાકોર ગણપતભાઇના ઘરે રેડ કરી ઘરમાં તપાસ કરતા દેશી બનાવટનો તમંચો જેની કિ.રૂ.5000 તેમજ એક કારતુસ જેની કિ.રૂ.100 વેચાણ લાવ્યા હતા. તમંચો રાવળ પ્રભુભાઇ માફરતે કોઇ અજાણ્યા પાસેથી લાવી આપ્યો હોવાનુ જણાવ્યુ હતુ. આ અંગે પોલીસે રાધનપુર પોલીસ મથકે ઠાકોર ગણપતભાઇ વિરમભાઇ રહે.રાધનપુર, રાવળ પ્રભુભાઇ મનુભાઇ રહે.રાધનપુર અને અજાણ્યો શખ્સ સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ હતી. પીએસઆઇ આર.આર.ઝરૂ દ્વારા તેની તપાસ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...