ધનતેરસની અનોખી ઉજવણી:પાટણમાં એક વ્યક્તિએ ધન- લક્ષ્મીનું પૂજન કરવાના બદલે તેની લક્ષ્મી રૂપી દીકરીની પૂજા કરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણમાં ધનતેરસના પર્વ પ્રસંગે લક્ષ્મી રૂપી દીકરીની તેના પિતાએ પૂજા કરી ધનતેરસ પર્વની ઉજવણી કરી હતી. આજના જમાનામાં દિકરી કરતાં દિકરાને કેટલાય લોકો વધારે મહત્વ આપતાં હોય છે ત્યારે દિકરી પાપનો ભારો નહીં પરંતુ દિકરી તુલસીનો ક્યારો સમજનારા લોકો પણ જોવા મળી રહેતા હોય છે. ધનતેરસના પવિત્ર દિવસે પાટણમાં રહેતા બ્રિજેશ પટેલે લક્ષ્મી રૂપી દીકરીની પૂજા કરી ધનતેરસના પર્વને ઉજવી દિકરીઓને માન, સન્માન આપ્યું છે.
​​​​​​​દીકરીના ચરણ સ્પર્શ કરી કુમ કુમ તિલક સાથે આરતી ઉતારી
પાટણ શહેરના ઝીણીપોળમાં રહેતા બ્રિજેશભાઈ રમેશ ભાઈ પટેલે ધનતેરસે ઘરમા રહેલા ધન–લક્ષ્મીનું પૂજન કરવાના બદલે ઘરમાં રહેલી નાની રાવી નામની લક્ષ્મી રૂપી પોતાની દીકરીના ચરણ સ્પર્શ કરી કુમ કુમ તિલક સાથે આરતી ઉતારી પૂજન કરવામાં આવ્યું હતું. બ્રિજેશભાઈ પટેલે ધનતેરસના પવિત્ર દિવસે પોતાની લક્ષ્મી સ્વરૂપ લાડકવાયીની પૂજા કરી દિકરીઓને પણ માન સન્માન આપવા હિમાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...