તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:રાજુસરાના શખ્સે સાંતલપુરના યુવાનનાં બે ટ્રેક્ટર વેચી માર્યાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજના નાણાં માટે મારી નાખવાની ધમકી આપી

સાંતલપુરના રાજાનગરના પ્રવિણભાઇ અમતભાઇ ઠાકોરે પરીચિત રાજા પપ્પુભાઇ પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં. જે વ્યાજ અને મૂડી કઢાવવા માટે પપ્પુભાઈ તેમના ઘરે આવી અશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અને રાધનપુર ખાતે સોનાલીકા ટ્રેકટર શોરૂમમાંથી રૂ. 6 લાખ અને મેસ્સી ટ્રેકટર શો રૂમમાંથી રૂ. 5.30 લાખ લઇને માસિક રૂ.12600ના હપ્તેથી ખરીદી કરાવી અન્ય શખ્સોને રોકડથી વેચાણ કરી દીધા હતા.

બન્ને ટ્રેકટરના હપ્તા ભરાવતાં અા અંગે સાંતલપુર પોલીસ મથકે રાજા પપ્પુભાઇ સલાભાઇ સામે ગુનો નોંધાયો છે.જ્યારે અન્ય કેસમાં પ્રવિણભાઇ અમરતભાઇ ઠાકોરે સામતભાઇ પરબતભાઇ આયર (રહે.વૌવા) પાસેથી વ્યાજે રૂ.2 લાખ મકાન ગીરોખત દસ્તાવેજ કરી લીધા હતા. જ્યાં 5 મહિના વ્યાજ ન આપી શકતા તેઅોઅે ફરીથી મકાનનો વધુ રૂ.4 લાખનો ગીરોખત દસ્તાવજે કરત પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...