તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મની ફરિયાદ:રાધનપુરના શખ્સે છરીની અણીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાધનપુર પોલીસ મથકે શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ

રાધનપુરમાં એકલતાનો લઈ એક શખ્સ પરિણિતાના ઘરમાં ઘુસી છરીની અણીએ સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાધનપુરમાં એક મહિલાનો પતિ સોલરની નાઇટ ડ્યુટીમાં નોકરી અર્થે ગયેલા હતા. મહિલા તેના બાળકો સાથે ઘરે એકલી હતી. 16 જાન્યુઆરી 2021ના રોજ મધ્યરાત્રીએ રાધનપુરનો બલોચ શરીફખાન જાનમોહમ્મદ મહિલાની એકલતાનો લાભ લઇ તેના ઘરમાં ઘૂસી છરી બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ બાબતની જાણ કોઈને કરીશ તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 24/02/2021ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં શખ્સ ફરીથી ઘરમાં ધુસી મહિલાને ઘસડી ઓરડામાં લઈ જવાની કોશિશ કરતા મહિલાએ ચીસો પાડતા શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે મહિલાએ રાધનપુર પોલીસ મથક બલોચ શરીફખાન જાનમોહમ્મદ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.તપાસ અધિકારી PSI બી.જે.સોઢાએ જણાવ્યું કે હાલમાં મહિલાનું મેડિકલ ચેકઅપ તેમજ આરોપીની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો