ગાંજો ઝડપાયો:પાટણની ભૈરવ નગર સોસાયટીમાંથી એક શખ્સ 965 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક બદીઓને દુર કરવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન બનાવ્યા છે. ત્યારે ગતરોજ પાટણ સીટી એ.ડિવિ પોસ્ટે વિસ્તારમા આવેલા રહેણાક મકાનમા ગેરકાયદેસર ગાંજાનો વેચાણ કરતા એક ઇસમને પાટણ એસઓજી પોલીસ ટીમે આબાદ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા ભૈરવ નગર સોસાયટી બ્લોક નંબર 11 માં રહેતા પંચાલ મિતેષ ભરતભાઈ નામના શખ્સે પોતાના મકાનમાં ગેરકાનૂની રીતે ગાંજા નો જથ્થો રાખ્યો હોવાની બાતમી પાટણ એસઓજી પોલીસ ને મળી હતી. જે બાતમીના આધારે ટીમે ધટના સ્થળે ઓચિંતી રેડ કરતાં મકાન માથી 965 ગ્રામ ગાંજા નો જથ્થો કિ.રૂ. 9650 નો મળી આવતાં ટીમે ગાંજા નાં જથ્થા સાથે પંચાલ મિતેષ ભરતભાઈ નામના શખ્સ ની અટકાયત કરી તેની સામે NDPS નો ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલાગુલાબ ગેમર નામના રહે પોશીના માડવા રાજસ્થાન ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...