પાટણના વેરાઈ ચકલા પાસેથી ચોરીના 2 એક્ટીવા સાથે પાટણના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે બાતમી મળી પાટણનો શખ્શ ચોરીનું નંબર પ્લેટ વગરનું એક્ટીવા લઇ રામજી મંદિર તરફ આવવાનો છે.
જેના આધારે પોલીસની ટીમ વેરાઈ ચકલા આગળ વોચમાં હતી ત્યારે શખ્શ એક્ટીવા સાથે પસાર થતાં પકડી પ્રાથમિક પૂછપરછ કરતા ખેજડાના પાડામાં દીપેન નિર્મલકુમાર શાહ હોવાની ઓળખ થતાં પોલીસે મોબાઇલ કોપ એપ્લિકેશનથી તપાસ કરતા એક્ટીવા ચોરીની હોવાનું અને દિપેન શાહ ઉપર અગાઉ ચોરીના ગુના નોંધાયેલા હોવાથી પોલીસે વધુ પૂછપરછ કરતાં બી ડિવિઝન પોલીસ મથકે દાખલ થયેલા ગુન્હાના એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે પોલીસે બંને એક્ટીવા તપાસ માટે કબજે કર્યા હતા અને દિપેન શાહની સીઆરપીસી કલમ 41(1) ડી મુજબ અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.