મોબાઈલ એપથી ઓનલાઈન જુગાર રમાડતા લાખણી અને પાટણ શખ્સને પાટણ એલસીબી અને સાઇબર સેલની ટીમે પકડી લીધા હતા. બંને શખ્સે આઠ દિવસમાં ઓનલાઇન રૂ.2.27 લાખનો જુગાર રમાડ્યો હોવાનું બહાર આવ્યું છે.
પાટણ એલસીબી પીઆઇ આર.કે અમીન અને સાયબર સેલ પાટણ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સ મદદથી કેસીનો કિગ નામની મોબાઈલ એપ્લિકેશનથી ઓનલાઇન જુગાર રમાડી યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરી નાણાંની લેવડદેવડ કરતા બનાસકાંઠાના લાખણીના વશરામ ભાનાભાઈ ચૌધરી અને પાટણના પાર્થકુમાર પ્રદીપકુમાર સાધુ(ચક્રધારી)ને પકડી એ ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાખણીનો વશરામ ચૌધરી ગેમ રમાડતો હતો.તે નામ છુપાવવા માટે પાટણના પાર્થ સાધુને દર ટ્રાન્જેકશન દીઠ રૂ.500 આપવાનું નક્કી પાર્થનું બેંક ખાતુ અને ફોન પે અને યુપીઆઈ આઇડીનો ઉપયોગ કરી જુગાર રમાડતો હતો. પાર્થ સાધુ ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે સ્વીપર તરીકે કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.