કાર્યવાહી:સામુહિક આપઘાત કેસમાં મુન્દ્રાના શખ્સ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં ​​​​​​​પિતાએ 4 સંતાનો સાથે ઝેરી દવા પીધી હતી

પાટણ મહિલા પોલીસ સ્ટેશન આગળ બગીચામાં એક પુરુષે ચાર સંતાન સાથે ઝેરી દવા પીને તારીખ 29 નવેમ્બર 2021ના રોજ બપોરે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પુરુષ અને બે બાળકોનું સારવાર દરમિયાન અઠવાડિયા અગાઉ મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈ મૂળજીભાઈ છગનભાઈ પરમારે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ગોસ્વામી કમલેશગિરી ભગવાનગીરી રહે.દેશલપુર તા.મુન્દ્રા સામે દુષ્પ્રેરણ ની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી ડીવાયએસપી સી એલ સોલંકી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...