ચોરીનો ભેદ ઉકેલાયો:પાટણથી ચોરાયેલા બાઇકો સાથે કંબોઈનો શખ્સ ઝડપાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ પોલીસે સરસ્વતી નદીના પુલ પાસેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીના બાઈક સાથે પકડ્યો

પાટણ શહેરમાંથી ચોરાયેલા બાઈક સાથે કાંકરેજ તાલુકાના કંબોઇ ગામના યુવકને પોલીસ માતરવાડી નજીક સરસ્વતી નદીના પુલ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન પકડી પાડ્યો હતો. પાટણ શહેર બી ડિવિઝન પોલીસની ટીમ વાહનચોરી અને ચોરીના ગુનાઓ અનુસંધાને ખાનગી વાહનમાં વોચ પેટ્રોલિંગમાં હતી તે વખતે પોલીસની ટીમને બાતમી મળી હતી કે પાટણ શહેરમાંથી ચોરાયેલું મોટરસાયકલ સાથે એક યુવક શિહોરીથી પાટણ તરફ આવી રહ્યો છે.

જે હકીકત આધારે પાટણ માતરવાડી નજીક સરસ્વતી નદીના પુલ પાસે પોલીસ વાહન ચેકિંગ કરતી હતી એ વખતે શિહોરી ત્રણ રસ્તા તરફથી કાંકરેજ તાલુકાના કંબોઈ ગામનો જશવંતજીસોનજી ઠાકોર શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આવતા પોલીસે તેને ઊભો રખાવી તપાસ કરતા ચોરાયેલું બાઈક હોવાથી પોલીસે તે શખ્સની અટકાયત કરી બાઈક જપ્ત કર્યું હતું તેવુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...