મંજૂરી:પાટણ જિલ્લામાં 526 સખી મંડળોને રૂ.5.64 કરોડનું ધિરાણ મંજૂર કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પમાં 11 સખી મંડળોને રૂ.1-1 લાખના ચેક અર્પણ

દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત પાટણ શહેરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયેલા કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પમાં 526 સખી મંડળોને રૂ.564.84 લાખ જેટલી લોન મંજૂર કરી હતી જ્યારે 11 સખી મંડળોને રૂ.એક-એક લાખના ચેક અર્પણ કર્યા હતા.

સ્વ સહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને અને આજીવિકામાં વધુ સુધારો આવે તે હેતુથી પાટણ જિલ્લાની સખી મંડળની 400 જેટલી બહેનોની હાજરીમાં બેંક ઓફ બરોડા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, મહેસાણા ડિસ્ટ્રિકટ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈ.સી.આઈ.સી. બેંક દ્વારા સખી મંડળને કેશ ક્રેડિટ આપવાના કાર્યક્રમમાં 11 સખી મંડળોને રૂ.1 લાખના ચેક એનાયત કર્યા હતા. આ ઉપરાંત જિલ્લામાંથી કુલ 526 સખી મંડળોને રૂ 564.84 લાખ જેટલી રકમની લોન મંજૂર કરી હતી.

આ પ્રસંગે જિ.પ. પ્રમુખ ભાનુમતિબેન મકવાણા જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરતભાઇ જોશી ,પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિ.પ.ના ઉપપ્રમુખ સાંકાજી ઠાકોર, તા.પં.ના પ્રમુખ માયાબેન ઝાલા, ભાજપના આગેવાન કે.સી.પટેલ, કિશોર મહેશ્વરી, નાબાર્ડના ડીડીએમ અને લીડબેંક મેનેજર ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...