કહેવત છે કે 'રામ રાખે તેને કોણ ચાખે' આ કહેવતને સાર્થક કરતો કિસ્સો મંગળવારે સવારે પાટણના અનાવાડા ગામની પાસે આવેલ હનુમાનપુરા પ્રાથમિક શાળામાં જોવા મળ્યો હતો. હનુમાનપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 7મા અભ્યાસ કરતી અંજલિ ઠાકોર મંગળવારે સવારે પોતાના ક્લાસરૂમમાંથી બાજુના ક્લાસમા ચિત્રનો પીરીયડ હોવાથી તેની બહેન પણી સાથે કલર લેવા જેવો રૂમ ખોલતાની સાથે તેના પગમા અગાઉથી રૂમમાં સંતાઈ રહેલા બ્લેક કોબ્રા સાપ આવી જતા દરવાજો પકડી બાળકી ભયભીત થઇ ગભરાઈને રૂમમા જતી રહી હતી, તો બીજી બાળકી વિશાળ સાપને જોઈ ગભરાઈને બુમા બુમ કરતા તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ ક્લાસરૂમ ખાતે દોડી આવ્યા હતા અને ઘટના જોઈ સૌ ચોકી ઉઠીયા હતાં. એક તરફ વિધાર્થિની અંજલિ ઠાકોર રૂમમાં અને બીજી તરફ વિશાળ સાપ રૂમના લોખંડના દરવાજા વચોવચ્ચ ફસાઈ ગયેલો હોય બાળકી રૂમના દરવાજામાથી બહાર આવે તેવી જગ્યા ન હોય અને સાપ પણ હલન ચલન કરે તેવી કોઈ પોજીશન ન હતી.
જીવદયા પ્રેમી ઘટના સ્થળે પહોંચ્યા
સાપ કમરના ભાગથી વચોવચ્ચ પુરી રીતે દરવાજામાં ફસાઈ ગયો હતો અને બાળકીને રૂમમાથી બહાર લાવવી જોખમરૂપ બન્યું હતું. ત્યારે શાળાના શિક્ષક બળદેવભાઈ રાવળ દ્વારા પાટણ 108ના પાઈલોટ ગુલાબખાન બલોચનો સંપર્ક કરી ને સધળી હકીકત જણાવતાં 108ના પાયલોટ ગુલાબખાન બલોચે પાટણ જીવદયા પ્રેમી whatsapp Group દ્વારા જીવદયાપ્રેમી બંટીભાઈ શાહનો સંપર્ક કરી બનાવથી વાકેફ કરતા બંટીભાઈ અને તેમના સાથી ભરતભાઇ ઠાકોરે તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
શાળા સ્ટાફે આભાર માન્યો
લોખંડના દરવાજામા ફસાયેલા જેરી કોબ્રા સાપને કોઈ પણ જાતની ઇજા ના થાય તે રીતે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી સહી સલામત સાપને દરવાજા માથી બહાર કાઢી રૂમમાં ફસાયેલી વિધાર્થિનીને પણ બહાર કાઢતા શાળા પરિવાર સહિતનાં વિધાર્થીઓએ હાસકારો અનુભવી રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરનારા જીવદયાપ્રેમીઓ સહિત પાટણ 108 ના પાયલોટનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.