પાટણના ધારાસભ્યની રજૂઆત:માવઠાના કારણે ખેતીપાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માગ, કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ઉત્તર ગુજરાતના ખેડૂતો સહિત રાજ્યના ખેડૂતોને માવઠા અને વાવાઝોડાને લીધે થયેલ નુકસાનનું વળતર ચૂકવવા કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.

ગુજરાતમાં બે દિવસની વરસાદની આગાહીના પગલે પડેલા વરસાદના કારણે ખેડૂતના હાથમાં આવેલ કોળિયો છીનવતા પાટણના ધારસભ્ય કિરીટ પટેલ કૃષિમંત્રી રાઘવજી પટેલને લખેલ પત્રમાં જણાવવાનું કે, છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયેલ છે. ઉત્તર ગુજરાતમાં એરંડા, ઘઉં જેવા પાકોને પણ નુકસાન થયેલ છે. આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવા મારી વિનંતી કરતો પત્ર લખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...