‘મને જાણો' કાર્યક્રમ:પાટણની ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સાચી રામાયણ પુસ્તક પર પ્રવચન આપવામાં આવ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણની ઐતિહાસિહક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે સાંજે લાઈબ્રેરીમાં જુદા જુદા પુસ્તકો તથા વિષયો ઉપર પ્રવચન રાખવામાં આવે છે. આસ્થા હોલમાં પુસ્તક “સાચી રામાયણ” જે પેરીયાર ઈ.વી. રામાસ્વામી દ્વારા લખાયેલ છે તેનાં ઉપર પાટણના જાણીતા સમાજસેવક ધીરજ સોલંકી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું.

આ પુસ્તકમાં રામાયણનાં ઘણા પ્રસંગોનાં જે તર્કવિતકોં છે, તેના ઉપર લેખકે પોતાના વિચારો રજુ કર્યા છે તેની ચર્ચા વકતા દ્વારા કરવામાં આવી હતી. 'મને જાણો' પરીવારનાં કાયમી શ્રોતા હસુભાઈ સોનીનો આજે જન્મદિવસ હોવાથી તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌનું મોઢું મીઠુ કરાવ્યું હતું.

આ પ્રસંગે સંયોજક નગીનભાઈ ડોડીયાએ વકતાનો પરિચય આપ્યો હતો. જયારે પ્રમુખ ડો.શૈલેષ બી.સોમપુરા દ્વારા સ્વાગત કરી આવનાર સમયમાં લાઈબ્રેરી દ્વારા યોજાનાર કવિ સંમેલન તેમજ શાળાઓમાં ચશ્માના કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સુનીલભાઈ, સુરેશભાઈ દેશમુખ, રાજેશભાઈ પરીખ, ત્રિભોવનભાઇ, જયેશભાઈ વૈદ્ય, દિનેશભાઇ પ્રજાપતિ, નરેશભાઇ પટેલ વિગેરે હાજર રહયા હતા. આભારવિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...