રજૂઆત:MSC-2ની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા યોગ્ય તપાસની માગ કરવામાં આવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા અવારનવાર છબરડાઓની ઘટનાઓની સાથે સાથે વિવિધ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવવાની બુમરાણ ઉઠવા પામી છે.

મંગળવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ દ્વારા મેં 2022માં લેવાયેલી MSC-ટુ ની મેથેમેટિક્સ પરીક્ષામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના અન્ય વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય જે બાબતે યોગ્ય તપાસ કરી વિદ્યાર્થી હિતમાં પરિણામ આવે તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા પરિણામ બાબતે ગંભીરતાથી નોંધ લઇ અવારનવાર સર્જાતી આવી સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી માંગ વિધાર્થીઓમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...