અગલે બરસ તું જલ્દી આ:રાધનપુરના કલ્યાણપુરા ગામમાં ગણપતિ વિસર્જન કરાયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવ યુવક મંડળ કલ્યાણપુરા દ્વારા રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પા નું વિસર્જન કરાયું, સમસ્ત ગ્રામજનો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે છેલ્લા 3 વર્ષ થી શિવ યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.તેમજ આ મહોત્સવ દરમિયાન સાંસ્ક્રુતિક પ્રોગ્રામ, રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે. સાત દિવસ ના અંતે શોભાયાત્રા કાઢી ગણપતિ બાપ્પા નું વિસર્જન કરવામાં આવે છે.ગામની ધર્મ પ્રેમી જનતા તેનો લ્હાવો લે છે.તેમજ રંગે ચંગે આ મહોત્સવ ની ઉજવણી થાય છે .કલ્યાણપુરા શિવ યુવક મંડળ ના યુવાનો દ્વારા ગણપતિ વિસર્જન ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં સમસ્ત કલ્યાણપુરા ગ્રામજનો હાજર રહ્યા હતા. શિવ મંદિર કલ્યાણપુરા રામજી મંદિર ચોક થી ગામ તળાવ સુધી ભવ્ય ઉજવણી સાથે શોભા યાત્રા નીકળી હતી.

આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા માં ગણપતિ બાપ્પા સાથે સાથે નાના ભૂલકાઓ એ વેશભૂષા ધારણ કરી ગણપતિ બાપ્પા મોરિયા ના નારા લગાવ્યા હતા સાધુ સંતો ની સાક્ષીમાં મંત્રોચ્ચાર સાથે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા ને વળાવવા સમગ્ર ગ્રામજનો શોભાયાત્રા માં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં તેમજ ગણપતિ બાપ્પા મોરિયા ના નારા લગાવી ભવ્ય શોભાયાત્રા ઉજવણી કરવામાં આવી હતી.ગણેશ પૂજન કરી સ્થાપના કરી સાત દિવસ માટે રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સાત દિવસ ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી તેમજ દરરોજ અલગ અલગ પ્રસાદી અને રાસ ગરબા ને અંતે નાસ્તો ,પાણી વગેરે શિવ યુવક મંડળ તરફથી આપવામાં આવ્યો હતો. આ ભવ્ય પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પરિવાર સાથે ગણપતિ વિસર્જન શોભાયાત્રા નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...