• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Large Meeting Of Arbuda Sena Was Held At Dhinoj Village Of Chanasma Under The Chairmanship Of Vipul Chaudhary, Former Chairman Of Dudhsagar Dairy.

વિશાળ જન સભા:ચાણસ્માના ધીણોજ ગામે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની વિશાળ સભા યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજીક જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમાજ એક બને નેક બને તેવા શુભ હેતુસર 21મી સભા યોજાઈ
  • અર્બુદા સેનાના કાર્યકરોને તેમના ઓળખપત્રો વિપુલ ચૌધરીના હસ્તે એનાયત કરાયા હતા

ચાણસ્મા તાલુકાના કડોદ ગામે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં ગુરૂવારે અર્બુદા સેનાની વિશાલ સભા યોજાઈ હતી. ધીણોજના મુખ્ય પ્રવેશદ્વારથી ધીણોજ ગામના રાજમાર્ગો ઉપર રેલી સ્વરૂપે વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાના કાર્યકરો સાથે સભા સ્થળે આવ્યા હતા. આ દરમિયાન ચૌધરી સમાજ સહિત ધીણોજ ગામના વિવિધ સમાજના અગ્રણીઓએ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

છેલ્લા એક મહિનામાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના માર્ગદર્શનમાં અને તેમની ઉપસ્થિતિમાં સામાજીક જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમાજ એક બને નેક બને તેવા શુભ હેતુસર 21મી સભા યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં કામલપુર સીતાપરા બ્રાહ્મણવાડા સુણસર જેવા ગામોથી જનમેદની ઉમટી પડી હતી.

આ કાર્યક્રમમાં અર્બુદા સેનાના કાર્યકરોને તેમના ઓળખપત્રો દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના હસ્તે એનાયત કરાયા હતા. સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરેન ચૌધરીએ જણાવ્યું હતું કે, સમાજ એક બને અને સમાજને તોડતા તત્વોને ઓળખી જાકારો આપવો.

ધીણોજ ખાતે અર્બુદા સેનાની વિશાળ જનસંખ્યાને સંબોધન કરતા મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, સમાજ સંગઠિત થાય, સમાજના કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને અન્યાય થતો હોય તેવા સમયે સંગઠીત બનીને સમાજનો દરેક વ્યક્તિ બહાર આવે તેવા શુભ હેતુ સર અર્બુદા સેનાની રચના કરાઇ છે. સરકાર દ્વારા તાજેતરમાં જ વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગર દાણ સંદર્ભે ગુનો દાખલ કરાતા કોર્ટમાં ગઈકાલે જ 20 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ થતા તેના જવાબમાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની ગાયોને મે ખાણ દાણ આપ્યું તો શું ગુનો કર્યો છે. સદાય માટે તેમના હક્કો માટે સમાજને અન્યાય થતો અટકાવવા માટે સમાજ સંગઠિત રહે તે માટે સમાજની સાથે રાખી છેલ્લા શ્વાસ સુધી ઝઝુમતો રહીશ.

અન્ય સમાચારો પણ છે...