બાઈક રેલી:કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની પાટણ યાત્રા દરમિયાન વિશાળ બાઈક રેલી યોજાઇ

પાટણ2 મહિનો પહેલા
  • કેન્દ્રીય મંત્રીએ નોરતાનાં સંત શિરોમણી દોલતરામ મહારાજના આશિર્વાદ મેળવ્યા

પાટણનાં પ્રવાસે શનિવારના રોજ આવેલા કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણની પાટણ પંથકમાં આગમન થતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો,કાર્યકરો દ્વારા બોરસણ ગામથી નોરતા ગામ સુધી ભવ્ય બાઈક રેલી યોજી ભવ્ય સ્વાગત સાથે આવકારવામાં આવ્યા હતા.આ વિશાળ બાઈક રેલી નોરતા ગામે આવી પહોંચતા નોરતા ના સંત શિરોમણી પ.પૂ.શ્રી દોલતરામ મહારાજ ના સાનિધ્યમાં સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, મહેસાણાના પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી મયંકભાઈ નાયક, પાટણ તાલુકા પ્રભારી સોવનજી ઠાકોર,તાલુકા પ્રમુખ મગનભાઇ પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર સહિત જિલ્લા તાલુકાના વિવિધ હોદેદારોએ સંત શિરોમણી દોલતરામ મહારાજના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...