પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કાતિલ દોરી થી ઈજાગ્રસ્ત પશુ પક્ષીઑની સારવાર માટે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત સરકાર દ્વારા સંયુકત પીપીપી પાર્ટનરશીપથી ચાલતી 1962 એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારી દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી છે .જેના ભાગ રૂપે હાસાપુર નર્સરી ખાતે એનિમલ કેર સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં ઘાયલ પક્ષીઓ ને સારવાર બાદ રાખવા માં આવશે.
ઉત્તરાયણને અનુલક્ષી ને કરણા અભિયાન 20 જાન્યુઆરી ચાલશે, ઈજા પામેલ પશુ પક્ષી ને સમયસર સારવાર મળી રહે અને એમનું અમૂલ્ય જીવન બચી રહે તે હેતુથી 1962 ની ટીમ જરૂરી દવા અને સાધન સામગ્રી થી સજ્જ કરી દેવામાં આવી છે અને પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ પણ 1 ફરતું પશુ દવાખાનું મૂકવા માં આવ્યું છે પાટણ જિલ્લામાં રાખવા માં આવેલ એમ્બ્યુલન્સ સવારે 7 થી સાંજ ના 7 વાગ્યા સુધી સારવાર આપશે તો ઘાયલ પક્ષીઓ ની સારવાર માટે હાંસાપુર નર્સરી ખાતે સીસીએફ વી જે રાણા ના હસ્તે એનિમલ કેર સેન્ટર નુ કરુણા અભિયાન અંતર્ગત લોકર્પણ કરવામા આવ્યુ હતું .જાય ઇજાગ્રસ્ત પક્ષીઓ ની સારવાર બાદ એનિમલ કેર સેન્ટર માં રાખવા માં આવશે તેમ વન અધિકારી બિંદુ બેન પટેલ જણાવ્યું હતું ઘાયલ પક્ષી સારવાર માટે 1962 નંબર પર ફોન કરી ને જાણ કરવી તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.